25 જાન્યુઆરીએ એવન્ડલના ઇસ્ટડેલ રિઝર્વ ખાતે ભવ્ય આયોજન, ફેસ્ટિવલમાં ફેસ પેઇન્ટિંગ અને ડ્રોઇંગ કમ્પિટીશનનો સમાવેશ


આપણું ગુજરાત ન્યૂઝ.
Indian Kite Festival 2025 : ગુજરાતીઓની ઓળખ સમાન એવા ઉત્તરાયણના પર્વને ઓકલેન્ડમાં આ વર્ષે પણ મોટાપાયે ઉજવવાની જાહેરાત કરાઇ છે. વૈષ્ણવ પરિવાર સંઘ ન્યૂઝીલેન્ડ દ્વારા દર વર્ષે એવન્ડલના ઇસ્ટડેલ રિઝર્વ ખાતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવે છે અને આ વર્ષે પણ 25 જાન્યુઆરી, શનિવારે તેની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત જો વરસાદ પડે તો 26મી જાન્યુઆરીને રિઝર્વ ડે તરીકે પણ રાખવામાં આવ્યો છે. કાઇટ ફેસ્ટિવલ સવારે 11 કલાકથી લઇને 6.30 કલાક સુધી રાખવામાં આવ્યો છે.
વૈષ્ણવ પરિવાર દ્વારા આયોજિત કાઇટ ફેસ્ટિવલમાં ન્યૂઝીલેન્ડના એકમાત્ર સાપ્તાહિક અખબાર આપણું ગુજરાતને મીડિયા પાર્ટનર તરીકે જોડાયું છે. વૈષ્ણવ પરિવાર દ્વારા જાહેર કરાયેલા પોસ્ટર દ્વારા માહિતી સામે આવી છે કે કાઇટ ફેસ્ટિવલની સાથે અનેક ગેમ્સનું પણ આયોજન કરાયું છે જેના થકી લોકોને મનોરંજન પૂરું પાડી શકાય. જેમાં ફેસ પેઇન્ટિંગ અને ડ્રોઇંગ કમ્પિટીશનનો સમાવેશ થાય છે. પ્રથમ ઇનામ તરીકે વિજેતાને મેલબોર્ન, સિડની, તથા બ્રિસબેન એમ ત્રણ શહેરમાંથી એક શહેરની રિટર્ન ટિકિટ ગિફ્ટ આપવામાં આવશે. આ ઉપરાંત ફનરાઇડ્સ, ફૂડ સ્ટોલ્સ અને અન્ય આકર્ષિત સ્ટોલ્સ પણ ઉભા કરવામાં આવશે.
નોંધનીય છે કે દર વર્ષે કાઇટ ફેસ્ટિવલને ભવ્ય સફળતા મળે છે, કારણ કે ભારતીયોનો તો પ્રિય તહેવાર છે જ ત્યાં લોકો પતંગ ચગાવવાની સાથે સ્ટેજ પર્ફોમન્સ, સહિત પરિવાર અને મિત્રો સાથે પિકનિકની પણ મજા લેતા હોય છે. સમગ્ર કાઇટ ફેસ્ટિવલની વધુ માહિતી માટે આપ સંજીવ શાહ (021 025 22185) તથા મનહરભાઇ પટેલ (022 043 2209)નો સંપર્ક કરી શકો છો.
Leave a Reply