- દોઢ વર્ષ પછી કોહલીની ટેસ્ટમાં સેન્ચુરી, કોહલીએ કરિયરની 30મી સદી ફટકારી, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 81મી સેન્ચુરી ફટકારી, ભારતે 6 વિકેટે 487 રન નોંધાવી દાવ ડીકલેર કર્યો, કોહલી 100 રને અણનમ તો રેડ્ડી 38 રને અણનમ, ઓસ્ટ્રેલિયા સામે 534 રનનો ટાર્ગેટ, દિવસના અંતે 3 વિકેટે 12 રન








Perth Test India Vs Australia : ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પર્થ ટેસ્ટમાં કારકિર્દીની 30મી ટેસ્ટ સદી ફટકારી હતી. આ મામલે તેણે ટેસ્ટ ક્રિકેટમાં સર ડોન બેડમેનને પાછળ છોડી દીધો છે, જેમણે 29 સદી ફટકારી હતી. કોહલીએ કારકિર્દીની 202મી ઇનિંગમાં આ સદી ફટકારી છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટમાં સદી ફટકારીને સર ડોન બેડમેનનો રેકોર્ડ તોડ્યો હતો. કોહલીએ પર્થ ટેસ્ટના ત્રીજા દિવસે (24 નવેમ્બર) આ સિદ્ધિ મેળવી હતી.
કોહલીએ કારકિર્દીની 202મી ઇનિંગમાં આ સદી ફટકારી છે. સાથે જ તેની કારકિર્દીની 30મી ટેસ્ટ સદી ફટકાર્યા બાદ કોહલી આ મામલે મેથ્યુ હેડન અને શિવનારાયણ ચંદ્રપોલની બરાબરી પર આવી ગયો છે.
કોહલીએ 81મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી
કોહલીએ પર્થ ટેસ્ટમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે સદી ફટકારવા માટે 143 બોલનો સામનો કર્યો હતો. તે 100 રન બનાવીને અણનમ રહ્યો હતો. કોહલીએ સદી ફટકારતા જ ભારતીય દાવ 6 વિકેટે 487 રન પર ડિકલેર કરી દીધો હતો. આ રીતે ભારતીય ટીમે પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 534 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
કોહલીની આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની 81મી સદી હતી. સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદીના મામલે કોહલી બીજા સ્થાને છે. સચિન તેંડુલકર 100 સદી સાથે ટોચ પર છે. કોહલીએ પર્થ ટેસ્ટમાં 143 બોલમાં અણનમ 100 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 2 સિક્સર અને 8 ફોર ફટકારી હતી.
સક્રિય ક્રિકેટરોમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદીઓ
વિરાટ કોહલી – 81
જો રૂટ – 51.
રોહિત શર્મા – 48.
534 રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયા 12 રને 3 વિકેટ
આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ દાવમાં 150 રન બનાવ્યા હતા. આ પછી ભારતીય ટીમે પ્રથમ દાવમાં ઓસ્ટ્રેલિયાને 104 રનમાં આઉટ કરીને 46 રનની લીડ મેળવી હતી. ત્યારબાદ બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ 487 રન બનાવ્યા હતા. દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ 12 રને 3 વિકેટ ગુમાવી હતી. જેમાં બુમરાહે બે તથા સિરાજે 1 વિકેટ ઝડપી હતી.
Leave a Reply