ન્યુઝીલેન્ડ ક્રિકેટનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સાઇન કરવાનો પણ વિલિયમ્સને કર્યો ઇનકાર, વિશ્વમાં રમાઇ રહેલી ટી20 લીગ પર ફોકસ કરવાનું વિલિયમ્સને મન બનાવ્યું


ન્યુઝીલેન્ડનો સફળ કેપ્ટન પૈકીનો એક એવા કેન વિલિયમ્સને બ્લેકકેપ્સની કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ તેણે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લેવા અંગે પણ અસમર્થતા દર્શવી છે. વિલિયમસને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, “હું તમામ ફોર્મેટમાં ટીમને આગળ વધારવામાં મદદ કરવા માટે ખૂબ જ ઉત્સાહી છું અને હું તેમાં યોગદાન આપવા પણ માંગુ છું.” જોકે હું કેન્દ્રીય કરારની ઓફર સ્વીકારવામાં અસમર્થ છું કારણ કે આગામી સમર દરમિયાન હું વિશ્વમાં રમાનારી વિવિધ ગ્લોબલ ટી20 ટીમનો હિસ્સો હોઇશ.”
વિલિયમસને વધુમાં કહ્યું, “ન્યુઝીલેન્ડ માટે રમવું મારા માટે ખાસ છે અને ટીમને કંઈક પાછું આપવાની મારી ઈચ્છા ઓછી થઈ નથી. જો કે, ક્રિકેટની બહાર મારું જીવન બદલાઈ ગયું છે – મારા પરિવાર સાથે અને ઘરે વધુ સમય વિતાવવો અથવા અનુભવોનો આનંદ માણી રહ્યો છું.”
તમને જણાવી દઈએ કે વિલિયમસનની કેપ્ટન્સીમાં ન્યુઝીલેન્ડની ટીમ ટી-20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી. તેની કપ્તાની હેઠળ ન્યુઝીલેન્ડે છેલ્લા કેટલાક વર્ષોમાં સારૂ પ્રદર્શન કર્યું હતું. વિલિયમસનના નિર્ણય બાદ ન્યૂઝીલેન્ડે હવે મર્યાદિત ઓવરોની ટીમ માટે નવા કેપ્ટનની શોધ કરવી પડશે. વિલિયમસને 2022માં ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ પણ છોડી દીધી હતી.
Leave a Reply