DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

પ્રથમ T20માં ન્યૂઝીલેન્ડની જીત, 120 પર ઝીરો વિકેટ છતાં શ્રીલંકા હાર્યું

New Zealand Vs Sri Lanka, T20 Series, Mount Maunganui, Mitchell Santner, Asalanka,

શ્રીલંકાએ 172 રનના ટાર્ગેટને ચેઝ કરતાં 14 ઓવરમાં 121 રન નોંધાવ્યા અને છેલ્લી છ ઓવરમાં 43 રનમાં 8 વિકેટ ગુમાવી, ન્યૂઝીલેન્ડે મેચ 8 રનથી જીતી લીધી

ન્યૂઝીલેન્ડે પ્રથમ T20 મેચમાં શ્રીલંકાને 8 રનથી હરાવ્યું છે. ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે 28 ડિસેમ્બરથી 3 ટી-20 મેચની સિરીઝ શરૂ થઈ રહી છે. માઉન્ટ મૌનગાનુઇ મેદાન પર રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા કિવી ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 172 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ ખૂબ જ સારી શરૂઆત છતાં 8 રનથી મેચ હારી ગઈ હતી. હવે ન્યુઝીલેન્ડે 3 મેચની સીરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું અને તેનો નિર્ણય સારો સાબિત થયો. ન્યૂઝીલેન્ડની અડધી ટીમ 65ના સ્કોર પર પેવેલિયન પરત ફરી હતી, પરંતુ તે પછી ડેરિલ મિશેલ અને માઈકલ બ્રેસવેલે શાનદાર બેટિંગ કરી અને 105 રનની ભાગીદારી કરી. મિશેલે 62 રન અને બ્રેસવેલે 59 રન બનાવ્યા હતા. બંનેએ મળીને 8 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા.

173 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમને પથુમ નિસાંકા અને કુસલ મેન્ડિસે શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ મળીને 14મી ઓવર સુધી 121 રન બનાવી લીધા હતા, પરંતુ વિકેટ પડવાની શરૂઆત અહીંથી થઈ હતી. પહેલા કુસલ મેન્ડિસે 46ના સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી હતી અને ટીમની પહેલી વિકેટ 121 રન પર પડી હતી. જ્યાં ટીમે વિકેટ ગુમાવ્યા વિના 121 રન બનાવી લીધા હતા, પરંતુ 14મી ઓવરના અંત સુધીમાં શ્રીલંકાનો સ્કોર 3 વિકેટે 121 રન થઈ ગયો હતો. કુસલ પરેરા અને કામિન્દુ મેન્ડિસ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયા હતા. શ્રીલંકા તરફથી સૌથી વધુ રન નિસાન્કાએ કર્યા હતા, જેણે 90 રનની ઇનિંગ રમી હતી.

43 રનમાં 8 વિકેટ પડી હતી
શ્રીલંકાએ વિકેટ ગુમાવ્યા વિના 121 રન બનાવ્યા હતા અને તે પછી એક પછી એક વિકેટો પડતી રહી અને અંતે 8 વિકેટના નુકસાન પર 164 રન જ બનાવી શકી. માત્ર 43 રનમાં 8 વિકેટ પડવી એ વિશ્વની કોઈપણ ટીમ માટે શરમજનક બાબત છે. શ્રીલંકન ટીમના 8 બેટ્સમેન રનના મામલામાં બે આંકડાને પણ સ્પર્શી શક્યા નથી. તમને જણાવી દઈએ કે આ પહેલા શ્રીલંકાએ ટી20 મેચમાં જીતની હેટ્રિક લગાવી હતી, પરંતુ ન્યૂઝીલેન્ડે તેની જીતનો સિલસિલો સમાપ્ત કરી દીધો છે.