પાકિસ્તાન 242, ન્યૂઝીલેન્ડ 45.2 ઓવરમાં 5 વિકેટે 243 રન, લાથમ અને મિચેલની અડધી સદી, વિલિયમ ઓ’રોર્કની 4 વિકેટ


New Zealand Tri Series Champion : પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રિકોણીય વનડે શ્રેણીની ફાઇનલમાં પાકિસ્તાનને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. મોહમ્મદ રિઝવાનની કેપ્ટનશીપમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 49.3 ઓવરમાં 242 રન બનાવ્યા હતા. જેનો પીછો કરતા ન્યૂઝીલેન્ડે માત્ર 45.2 ઓવરમાં જીત મેળવી લીધી હતી.
પાકિસ્તાન તરફથી ઇનિંગની શરૂઆત કરવા માટે ફખર ઝમાન અને બાબર આઝમ મેદાનમાં ઉતર્યા હતા. બાબર આઝમે સારી શરૂઆત આપી પણ તે લાંબા સમય સુધી મેદાન પર ટકી શક્યો નહીં. તે 29 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો હતો. આ પછી ફખર ઝમાને 15 બોલમાં 10 રન બનાવ્યા હતા. ત્રીજા નંબરે આવેલા સઈદ શકીલે 14 બોલમાં 8 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને સૌથી વધુ 46 રન બનાવ્યા. આ ઉપરાંત સલમાન આગા અને તૈયબ તાહિરે અનુક્રમે 45 અને 38 રન બનાવ્યા.
વિલિયમ ઓ’રોર્કની ઘાતક બોલિંગ
ન્યૂઝીલેન્ડ તરફથી વિલિયમ ઓ’રોર્કે શાનદાર બોલિંગ કરી. તેણે પોતાની સ્પેલમાં કુલ 4 વિકેટ લીધી. તેણે ફખર, રિઝવાન, ફહીમ અશરફ અને નસીમ શાહને પેવેલિયન મોકલ્યા. આ ઉપરાંત માઈકલ બ્રેસવેલે 2 વિકેટ અને સેન્ટનરે પણ 2 વિકેટ લીધી હતી. પાકિસ્તાને કુલ 242 રન બનાવ્યા હતા.
લેથમ-ડેરિલ મિચેલે ફિફ્ટી ફટકારી
હવે ન્યુઝીલેન્ડનો પીછો કરવાનો વારો હતો. સ્કોરનો પીછો કરતા ન્યુઝીલેન્ડે ફક્ત 45.2 ઓવરમાં જ જીત મેળવી લીધી. પોતાની ટીમ તરફથી વિલ યંગે 5 રન બનાવ્યા. ડેવોન કોનવેએ 48 અને કેન વિલિયમસને 34 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડ માટે, બે ખેલાડીઓ ડેરિલ મિશેલ અને ટોમ લેથમે શાનદાર અર્ધી સદી ફટકારી અને ટીમને મેચ જીતવામાં મદદ કરી. આ રીતે ન્યુઝીલેન્ડ પાકિસ્તાન વનડે ત્રિકોણીય શ્રેણીનું ચેમ્પિયન બન્યું હતું.
Leave a Reply