ભારત 176/7, દક્ષિણ આફ્રિકા 169/8, કલાસન 52 રન, ડી કોક 39 રન , કોહલીએ ફાઇનલમાં 76 રનની ઇનિંગ્સએ રંગ રાખ્યો












છેલ્લી 4 ઓવરમાં બૂમરાહ- અર્શદીપ અને હાર્દિકે બાજી પલટી, મેન ઓફ ધ મેચ કોહલી
T20 WC ફાઈનલ 2024: આજે T20 વર્લ્ડ કપ 2024 ની ટાઈટલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. ભારતે અજેય રહીને ચેમ્પિયનશિપ જીતી લીધી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 20 ઓવરમાં સાત વિકેટે 176 રન બનાવ્યા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 169 રન જ બનાવી શકી હતી.
આ પહેલા ભારતે 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ સાથે જ ભારતે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ જીત્યો છે. 13 વર્ષ પછી કોઈ વર્લ્ડ કપ જીતી શક્યું નથી. ભારતે 2011માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો.
ભારતે 17મી ઓવરમાં મેચનો પલટો કર્યો હતો. 16 ઓવર સુધીમાં દક્ષિણ આફ્રિકાએ ચાર વિકેટે 151 રન બનાવી લીધા હતા. ત્યારબાદ મિલર અને ક્લાસેન ક્રિઝ પર હતા. દક્ષિણ આફ્રિકાને અંતિમ 24 બોલમાં 26 રનની જરૂર હતી. આ પછી, 17મી ઓવરમાં હાર્દિકે ક્લાસેનને આઉટ કર્યો અને માત્ર ચાર રન આપ્યા. 18મી ઓવરમાં બુમરાહે યાનસેનને આઉટ કરીને બે રન આપ્યા હતા.






અર્શદીપે 19મી ઓવરમાં ચાર રન આપ્યા હતા. દક્ષિણ આફ્રિકાને છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી. હાર્દિકે પહેલા જ બોલ પર મિલરને આઉટ કર્યો હતો. રબાડાએ બીજા બોલ પર ચાર રન બનાવ્યા હતા. ત્રીજા બોલ પર રબાડાએ એક રન લીધો હતો. મહારાજે ચોથા બોલ પર એક રન લીધો હતો. તેનો આગામી બોલ વાઈડ હતો. હાર્દિકે પાંચમા બોલ પર રબાડાને આઉટ કર્યો હતો. છેલ્લા બોલ પર એક રન આવ્યો અને ભારત સાત રનથી જીતી ગયું.
ભારતે 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે આ મેચમાં રોહિત શર્મા, ઋષભ પંત અને સૂર્યકુમાર યાદવ મોટી ઇનિંગ્સ રમી શક્યા ન હતા. પરંતુ ત્યારબાદ વિરાટ કોહલી અને અક્ષર પટેલ વચ્ચે 72 રનની ભાગીદારી ટીમ ઈન્ડિયાને મેચમાં પરત લાવી હતી. અક્ષર પટેલે 31 બોલમાં 47 રન અને વિરાટ કોહલીએ 59 બોલમાં 76 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ પણ 16 બોલમાં 27 રનની ઇનિંગ રમીને ભારતને 176 રન સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.ડી કોક અને સ્ટબ્સની ભાગીદારીએ મેચનો માર્ગ બદલી નાખ્યોદક્ષિણ આફ્રિકા માટે શરૂઆત સારી રહી ન હતી કારણ કે રીઝા હેન્ડ્રીક્સ અને કેપ્ટન એડન માર્કરામ ચાર રન બનાવીને આઉટ થયા હતા. પરંતુ અહીંથી ક્વિન્ટન ડી કોક અને ટ્રિસ્ટન સ્ટબ્સે 68 રનની ભાગીદારી કરી અને સાઉથ આફ્રિકાને મેચમાં પરત લાવ્યું. સ્ટબ્સે 21 બોલમાં 31 રન અને ડી કોકે 31 બોલમાં 39 રન બનાવ્યા હતા.
Leave a Reply