અફઘાનિસ્તાન 159/6, ન્યુઝીલેન્ડ 75 રનમાં ઓલઆઉટ, ગુરબાઝ 80 રન, રશીદ અને ફારૂકીની 4-4 વિકેટ


ટી20 વર્લ્ડ કપમાં અપસેટની હારમાળા યથાવત્ રહી છે. પહેલા યુએસએ અને હવે અફઘાનિસ્તાને અપસેટ સર્જ્યો છે. અફઘાનિસ્તાને ન્યુઝીલેન્ડને 84 રને કારમો પરાજય આપ્યો છે. મેન ઓફ ધ મેચ ગુરબાઝની સ્ફોટક બેટિંગ તથા રશિદ અને ફારૂકીની ઘાતક બોલિંગ સામે ન્યુઝીલેન્ડ 75 રનમાં જ ઓલઆઉટ થયું હતું. અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટે 159 રન બનાવ્યા હતા.
કદાચ તે વ્યાપક માર્જિનનો પૂરતો અંદાજ ન હતો પરંતુ એવી ઘણી ચેતવણી હતી કે અફઘાનિસ્તાન પ્રથમ વખત બ્લેક કેપ્સને હરાવવા માટે શરૂઆતથી જ સજ્જ જણાતું હતું. ન્યુઝીલેન્ડનો ટી20 મેચમાં આ ચોથો સૌથી ઓછો જુમલો હતો.
જીતવા માટે 160 રનનો પીછો કરતા ન્યુઝીલેન્ડની ટીમે તેમની ઇનિંગ્સના પ્રથમ બોલે ફિન એલનને ગુમાવ્યો અને ત્યાર બાદ નિયમિતપણે વિકેટો ગુમાવી. ત્યારબાદ અફઘાનિસ્તાનના બોલર્સ વધુ ઘાતક બોલિંગ કરતા જોવા મળ્યા હતા અને પાવરપ્લેમાં જ પોતાની ટીમનો પાયો નાખી દીધો હતો.
માત્ર ગ્લેન ફિલિપ્સ અને મેટ હેનરી ડબલ ફિગર સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. . ન્યૂઝીલેન્ડ હાફવે માર્ક પર 54-7 પર અટકી ગયું હતું. પૂંછડિયા બેટસમેન પણ કોઇ ખાસ કમાલ કરી શક્યા નહીં અને અફઘાનિસ્તાને 16મી ઓવરમાં બ્લેકકેપ્સને 75 રનમાં આઉટ કરીને ઔપચારિકતા પૂર્ણ કરી હતી. અફઘાનિસ્તાન માટે રાશિદ ખાને 17 રનમાં ચાર તથા ફઝલહક ફારૂકીએ પણ 17 રનમાં 4 વિકેટ ઝડપી હતી.
Leave a Reply