વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા દ્વારા આપી જાણકારી, ટી-20 બાદ હવે ટેસ્ટ ક્રિકેટ રમવાનું કર્યું બંધ, ફક્ત વનડે રમવાનું ચાલુ રાખશે


ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ૩૬ વર્ષીય વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રમતા જોવા મળ્યો હતો. જ્યાં ભારતને 5 મેચની શ્રેણીમાં 1-3 થી હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલીએ શ્રેણીની પહેલી મેચ એટલે કે પર્થ ટેસ્ટમાં સદી ફટકારી હતી, પરંતુ તે પછી તે સંઘર્ષ કરતો જોવા મળ્યો.
કોહલીનો નિવૃત્તિનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે પસંદગીકારો આવતા મહિને ઇંગ્લેન્ડમાં યોજાનારી 5 ટેસ્ટ મેચની શ્રેણી માટે થોડા દિવસોમાં ટીમની પસંદગી કરવાના હતા. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ T20 ફોર્મેટ પહેલા જ નિવૃત્તિ લઈ લીધી હતી. હવે તે વનડેમાં રમતા જોવા મળશે.
વિરાટ કોહલીએ જૂન 2011 માં કિંગ્સ્ટનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ કોહલીએ પહેલી ઇનિંગમાં 4 રન અને બીજી ઇનિંગમાં 15 રન બનાવ્યા. તેમની છેલ્લી ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં હતી, જે જાન્યુઆરી 2025માં રમાઈ હતી. આ છેલ્લી ટેસ્ટમાં કોહલીએ પહેલી ઇનિંગમાં 17 રન અને બીજી ઇનિંગમાં 6 રન બનાવ્યા હતા.
કિંગ કોહલીએ ૧૨૩ ટેસ્ટ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તેણે 46.85 ની સરેરાશથી 9230 રન બનાવ્યા. કોહલીએ ટેસ્ટમાં 30 સદી અને 31 અડધી સદી ફટકારી છે.
વિરાટ કોહલીએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર નિવૃત્તિની જાહેરાત કરી. તેણે કહ્યું, ‘ટેસ્ટ ક્રિકેટમાં મેં પહેલીવાર વાદળી જર્સી પહેરી તેને 14 વર્ષ થઈ ગયા છે. સાચું કહું તો, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ મને કઈ સફર પર લઈ જશે. તેણે મારી કસોટી કરી, મને ઘડ્યો, અને મને એવા પાઠ શીખવ્યા જે હું મારા બાકીના જીવન માટે મારી સાથે રાખીશ. સફેદ રંગમાં રમવું એ ખૂબ જ વ્યક્તિગત અનુભવ છે. શાંત મહેનત, લાંબા દિવસો, નાની ક્ષણો જે કોઈ જોતું નથી પણ તે હંમેશા તમારી સાથે રહે છે.
Leave a Reply