ગુરુવારે મોડી સાંજે ઓકલેન્ડના એઓટીઆ સ્ક્વેર ખાતે કેન્ડલ માર્ચ તો હેમિલ્ટનમાં શુક્રવારે સવારે હેમિલ્ટન લેક ખાતે શોકસભાનું આયોજન કરાયું, ભારતીય સમુદાય દ્વારા શ્રદ્ધાંજલિ અપાઇ આપણું ગુજરાત ન્યૂઝ.ઓકલેન્ડ-હેમિલ્ટન ગુરુવારે સાંજે ઓકલેન્ડના એઓટેઆ સ્ક્વેરમાં લગભગ સો જેટલા ભારતીય સમુદાયના સભ્યો દ્વારા જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોની યાદમાં કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું. અંદાજે 150 જેટલા લોકો શ્રદ્ધાંજલિ ...