સમાજને નિ:સ્વાર્થ સેવાભાવી કાર્યકરોની ભેટ ધરનાર પ્રમુખસ્વામી મહારાજને તેમના જન્મદિને અપાશે વિશિષ્ટ ભાવાંજલિ આપણું ગુજરાત ન્યૂઝ. અમદાવાદ ગુજરાતનાં આદિવાસી ક્ષેત્રોથી લઈને અમેરિકા ખંડ સુધી વિસ્તરેલી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની, અનેકવિધ સામાજિક કે આધ્યાત્મિક સેવાપ્રવૃત્તિઓની આધારશિલા છે બી.એ.પી.એસ. સંસ્થાના સમર્પિત કાર્યકરો. નિષ્ઠા, સમર્પણ, ભક્તિ અને સેવાની લગનીથી છલકાતા કાર્યકરો જ્યાં હોય ત્યાં પ્રત્યેક કાર્યમાં એક આગવો પ્રભાવ નીખરી ઊઠે છે. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ ...