પૂજ્ય શ્રી છોટે મોરારીબાપુના કંઠે રામકથા, વેલિંગ્ટન ગાયત્રી પરિવાર દ્વારા આયોજન કરાયું, સર્વે ભાવિક ભક્તોને પધારવા આયોજકોનું આમંત્રણ આપણું ગુજરાત ન્યૂઝ. વેલિંગ્ટનવેલિંગ્ટન હવે રામમય બનવા જઇ રહ્યું છે. કારણ કે પાંચમી માર્ચથી 10 માર્ચ સુધી વેલિંગ્ટનના 105, રેન્ડવિક ક્રેસેન્ટ, મોએરા કોમ્યુનિટી હોલ, લોઅર હટ્ટ ખાતે રામકથાનું આયોજન કરાયું છે. પરમ પૂજ્ય રામકૃષ્ણ શાસ્ત્રી (છોટે મોરારી બાપુ, કુંઢેલીવાલા, ભાવનગર) ના મુખરવિંદે ...