ઓટેગો એર એમ્બ્યુલન્સમાંથી દવાની ચોરી કરી, પોલીસે કડક ચેતવણી જાહેર કરી કે સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકે છે ચોરેલી દવાઓ એર એમ્બ્યુલન્સ હેલિકોપ્ટરમાંથી ડ્રગ્સ ચોરાઈ ગયા છે, જેના કારણે પોલીસે “કડક ચેતવણી” જારી કરી છે કે તે દર્દીઓને જોખમમાં મુકશે અને મનોરંજન માટે તેનો ઉપયોગ કરનાર કોઈપણને મારી શકે છે. સપ્તાહના અંતે જ્યારે હેલિકોપ્ટરને નિશાન બનાવવામાં આવ્યું ત્યારે ઓટાગોના તાઈરી એરફિલ્ડ ...
સમગ્ર ઘટનાનો વીડિયો જે હાલ સોશિયલ મીડિયા પર મોજુદ છે તેને હટાવી લેવાનો કોર્ટે આદેશ કર્યો ન્યૂઝીલેન્ડના નેલ્સનમાં નવા વર્ષની રાત્રિએ પોલીસ અધિકારી સિનીયર સાર્જેન્ટ લીન ફ્લેમિંગ પર કાર ચઢાવીને હત્યા કરનારા વ્યક્તિને નેલ્સન ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં રજૂ કરાયો છે. લિન ફ્લેમિંગની હત્યા કરવાનો આરોપ મુકાયેલ તાસ્માનના વ્યક્તિએ તેનું નામ બીજા અઠવાડિયા સુધી ગુપ્ત રાખવાની માંગણી કરી હતી અને તેને કોર્ટે ...
ગંભીર હાલતમાં ડ્રાઇવરને હોસ્પિટલમાં દાખલ કરાયો, ડ્રાઇવર થોડા સમય પહેલા જ ફિલિપાઇન્સથી ઓકલેન્ડ આવ્યો હતો ઓકલેન્ડ બસ ટ્રાન્સપોર્ટના ડ્રાઇવર પર જીવલેણ હુમલાની ઘટના ઘટી છે. શનિવારે રાત્રે સેન્ટ લ્યુક્સ બસ હબ ખાતે હુમલો થયા બાદ ઓકલેન્ડ બસ ડ્રાઈવરને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જેને પાંસળીઓમાં ફ્રેક્ચર અને આંખમાં ઈજાઓ પહોંચી છે. ઓકલેન્ડ ટ્રામવેઝ યુનિયનના પ્રમુખ ગેરી ફ્રોગેટના જણાવ્યા ...
ઓનેહંગામાં બસ પર થયેલા હુમલા બાદ થયેલી જાનહાનિના સંબંધમાં શોધાયેલ એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો ગઈકાલે ઓનેહંગામાં બસ પર થયેલા હુમલા બાદ થયેલી જાનહાનિના સંબંધમાં શોધાયેલ એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ઓકલેન્ડ પોલીસે વિવિધ ટીમ બનાવીને તેને ઝડપી લેવા માટે ગઇકાલ રાતથી અનેક પ્રયાસો કર્યા હતા અને આખરે તેઓને સફળતા મળી છે. પોલીસ દ્વારા અગાઉ જેની શોધ ચલાવવામાં આવેલ ...
બપોરે 2.30 કલાકે બસમાં હુમલાની ઘટના, પોલીસની 10 ટીમો હાજર, ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાયો, મોડી સાંજે પોલીસે પુષ્ટિ કરી કે ઘાયલ વ્યક્તિનું મોત થયું ઓકલેન્ડ બસ ટ્રાન્સપોર્ટ સર્વિસ ફરીથી એકવાર ગુનેગારોના નિશાને આવી છે. બેફામ બનેલા તોફાની તત્વોએ બુધવારે બપોરે ઓકલેન્ડના ઓનેહંગામાં બસમાં એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો છે. જેમાં તેને ગંભીર ઈજા થઈ હતી. જ્યાં ...
સાંજે 6.50 કલાકે પોલીસને ગોળીબાર થયો હોવાનો કોલ આવ્યો, હાલ મોટી માત્રામાં હથિયારબંધ પોલીસ તહેનાત, એમ્બ્યુલન્સનો કાફલો પણ ઘટનાસ્થળે મોજુદ બંદૂકથી ગોળીબાર અને કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ પછી સશસ્ત્ર પોલીસે આજે સાંજે ઓકલેન્ડના ગ્રે લિનમાં એક માર્ગને કોર્ડન કરી લીધો છે. ગુરુવારે સાંજે ગ્રે લિનનામાં ગોળીબારની ઘટના સામે આવી હોવાના અહેવાલને પગલે પોલીસ બોલાવવી પડી હતી. અહેવાલ અનુસાર એકનું ...
મિનિસ્ટ્રી ઓફ જસ્ટીસ દ્વારા ન્યુઝીલેન્ડના ક્રાઇમ ડેટાનો ખુલાસો થયો છે. જેમાં નવેમ્બર 2022થી ઓક્ટોબર 2023 દરમિયાન 7100 લોકોનો સર્વે હાથ ધરાયો, પોતાને સંપૂર્ણ અસુરક્ષિત માનતા લોકોમાં દોઢ ગણો વધારો નોંધાયો. સરકાર લેબર પાર્ટીની હોય કે નેશનલ પાર્ટીની. એક બાબત ક્યારેય બદલાઇ નથી. અહીં વાત થઇ રહી છે ન્યુઝીલેન્ડના ક્રાઇમ રેટની… કારણ કે તેમાં સતત વધારો થઇ રહ્યો છે અને વધુને ...