અમદાવાદ સહિત મહેસાણાના યુવક યુવતી પાસેથી રૂપિયા ખંખેર્યા, તમામ લોકોને 17 લાખમાં વર્ક પરમિટ આપવાનો સોદો નક્કી થયો, એર ટિકિટ પણ આપી હતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં કેસ નોંધાયો, પોલીસ તપાસ શરૂ આપણું ગુજરાત ન્યૂઝ. અમદાવાદNew Zealand Visa Scam : ગુજરાતના અમદાવાદના રહેવાસી 38 વર્ષીય જયદીપ નાકરાણીએ બે છેતરપિંડી કરનારાઓ સામે 70.90 લાખ રૂપિયા (142581.03 NZD)ની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. ...
રાજ્ય સરકાર આજે કરશે કમિટીની જાહેરાત,ચૂંટણી ઢંઢેરામાં UCC અંગે ભાજપે આ અંગે જાહેરાત કરી હતી. ત્યારે કમિટી UCC અંગેનો નિર્ણય રાજ્ય સરકારને આપશે ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થઈ શકે છે. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવા અંગે મોટા અપડેટ આવ્યા છે. આ અંગે રાજ્ય સરકાર આજે કમિટીની જાહેરાત કરશે. UCC લાગું થશે તો કયા ધર્મ પર ...
કિમ-કોસંબા નજીક 71 જેટલા લોખંડના પેડલોક પણ કાઢી નાખવામાં આવ્યા, લગભગ 1 કિલોમીટર જેટલા વિસ્તારમાં ટ્રેક પરથી પેડલોક કાઢી નાખવામાં આવ્યા હતા આ ઘટના આજે સવારે 5.40 કલાકે બની હતી. ટ્રેક પર ફિશ પ્લેટ ખોલ્યા બાદ ચાવીઓ બાજુમાં ફેંકી દેવામાં આવી સુરતઃ ગુજરાતના સુરતમાં ટ્રેન પલટી મારવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. ટ્રેક પર લગાવેલી ફિશ પ્લેટ અને 71 પેડલોક ખોલીને ...
હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું,વલસાડ અને નવસારી જિલ્લામાં સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડાયા, નવસારીના ખેરગામમાં 14 ઈંચથી વધુ વરસાદ હવામાન વિભાગે 27 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, શનિવાર અને રવિવારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે વલસાડ અને નવસારી જિલ્લામાં સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, છેલ્લા 48 કલાકમાં ...
મેલબોર્નમાં યુવાન વિદ્યાર્થીની પત્નીના નિધનથી ગુજરાતી સમાજમાં ઘેરા શોકની લાગણી, વિદ્યાર્થીનું નામ ચિરાગ પટેલ, રૂમ મેટ્સ દ્વારા ગોફંડમીમાં ડોનેશન દ્વારા મદદ શરૂ કરાઇ નમસ્કાર ગુજરાત ન્યૂઝ. મેલબોર્નવિદેશમાં ભણીને પોતાની જિંદગીના સપના સાકાર કરવા માટે અથાગ પ્રયત્નો કરવા પડતા હોય છે પરંતુ ઘણીવાર કુદરતનો ખેલ કંઇક અલગ જ રમત રમતો હોય છે. અમદાવાદથી હજુ એક વર્ષ પહેલા જ ચિરાગ પટેલ નામનો ...
ગેરકાયદે ઘૂસણખોરી કરતા મોટાભાગના ઉત્તર ગુજરાતના વતની, તમામ લોકોને ડિપોર્ટ કરાશે, લેટિન અમેરિકાના દેશોમાં થઇ અસાયલમ લેવાનો નિષ્ફળ પ્રયાસ વિદેશનું વળગણ હજું ભારતીયોમાં ઓછું થવાનું નામ નથી લઇ રહ્યું અને તેમાંય ઉત્તર ગુજરાતમાંથી અમેરિકા જવાની ઘેલછા ક્યારેય ઓછી નહીં થાય. એકતરફ ચૂંટણીમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરત ફરે તેવી શક્યતાઓ વચ્ચે યુએસ-મેક્સિકો બોર્ડર પર ગેરકાયદે ઘૂસણખોરી વધી ગઇ છે. તાજેતરના ...
જશ જીતેનકુમાર પટેલનું 1 જુલાઇએ કેનેડા ડેના દિવસે મિત્રો સાથે ફરવા નિકળ્યો ત્યારે નદીમાં ડૂબવાથી થયું મોત, મિત્રો દ્વારા ગો ફંડ ફોર મી પેજ શરૂ કરાયું, 49 હજાર ડોલર એકઠા કરાયા પીટરબરોની ફ્લેમિંગ કોલેજમાં ભણતો હતો જશ પટેલ, મિત્રો દ્વારા ગો ફંડ મી પેજ શરૂ કરાયું નમસ્કાર ગુજરાત ન્યૂઝ.કેનેડામાં ગુજરાતના વિદ્યાર્થી જશ જીતેનકુમાર પટેલનું મોત થયું છે. 1 જુલાઇના રોજ ...
AEWV વિઝા પર સુરતથી ઓકલેન્ડ બોલાવ્યો અને બદલામાં વિઝા અપાવવાના નામે 15 લાખ રૂપિયા સુરતના જ યુવક પાસેથી વસૂલ્યા, ઓકલેન્ડમાં જ બ્યુટી સ્ટુડિયો, પેટ્રોલ સ્ટેશન, કન્સ્ટ્રક્શન કંપની તથા AUCKLAND સીબીડી ખાતે વેપ સ્ટોર ધરાવતો હોવા છતાં પણ એક માલિક પોતાના વર્કર્સનું શોષણ કરતાં અટકાતો નથી કેતન જોષી. આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડNew Zealand migrants exploitation : ન્યુઝીલેન્ડમાં એમ્પ્લોયર એક્રેડિટેશન વર્ક વિઝા ...