મે 2025થી સંપૂર્ણ સ્ટાફ સાથે ઓકલેન્ડ ક્વિન્સ સ્ટ્રીટ પર કોન્સુલેટ ઓફિસ કાર્યરત થશે, ટૂંક સમયમાં જ ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા મંજૂરી મળવાની શક્યતા આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડભારત સરકાર અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના સંબંધો વધુને વધુ ગાઢ બની રહ્યા છે અને તેના જ ઉપક્રમે છેલ્લા ઘણાં સમયથી ભારતીય ડાસ્પોરાની માંગણીને ધ્યાનમાં રાખીને ઓકેલન્ડ ખાતે કોન્સુલેટ ઓફિસ શરૂ કરવામાં આવી છે. ઓકલેન્ડ કોન્સુલેટ ...
વેલિંગ્ટનમાં હાઇકમિશનર નીતા ભૂષણે તો ઓકલેન્ડમાં કોન્સુલ જનરલ ડૉ. મદન મોહન સેઠીએ તિરંગો ફરકાવ્યો, ન્યૂઝીલેન્ડની વિવિધ પાર્ટીઓના નેતાઓ તથા ભારતીયો હાજર રહ્યા આપણું ગુજરાત ન્યૂઝ.ન્યૂઝીલેન્ડમાં વેલિંગ્ટન ખાતે આવેલી ઇન્ડિયન હાઇકમિશન અને ઓકલેન્ડ ખાતેની કોન્સુલેટ ઓફિસ ખાતે 76મા ગણતંત્ર દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્થાનિક ભારતીય મૂળના અને ન્યૂઝીલેન્ડના રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા. તો આ ઉપરાંત ભારતીય ...
વિવિધ દેશોના રાજદ્વારીઓએ વેલિંગ્ટન ખાતે આવેલી ઇન્ડિયન હાઇકમિશનની મુલાકાત લઇને ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ સંદેશો પાઠવ્યો કેતન જોષી. આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે દિલ્હીની એઈમ્સમાં અવસાન થયું હતું. તેમના નિધન પર વિશ્વભરના દેશોએ શોક વ્યક્ત કર્યો છે અને વેલિંગ્ટન ખાતે ઇન્ડિયન હાઇકમિશન ન્યૂઝીલેન્ડ દ્વારા પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ સંદેશો પાઠવવા માટે કોન્ડોલન્સ બૂક મૂકવામાં આવી ...
પ્રારંભિક તબક્કે મહાત્મા ગાંધી સેન્ટર ખાતે કામચલાઉ ઓફિસ શરૂ કરવામાં આવશે, PASSPORT, VISA, OCI સર્વિસ થોડા સમય બાદ શરૂ કરાશે આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડઓકલેન્ડ ખાતે ગુરુવારથી ઇન્ડિયન કોન્સુલેટ ઓફિસનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. છેલ્લા ઘણાં સમયથી ઇન્ડિયન ડાયસ્પોરાની માંગ હતી કે ઇન્ડિયન કોન્સુલેટ સર્વિસ ઓકલેન્ડ ખાતે શરૂ કરવામાં આવે અને તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડની મુલાકાતે આવેલા ભારતના સન્માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી ...
હાઇકમિશન ખાતે ભારતના ન્યૂઝીલેન્ડ ખાતેના હાઇકમિશનર નીતા ભૂષણ દ્વારા ત્રિરંગો લહેરાવાયો, દેશ ભક્તિના ગીતો સાથે ભવ્ય ઉજવણી કરાઇ આપણું ગુજરાત ન્યૂઝ. 78મા ભારતીય સ્વતંત્રતા દિવસની ભારત અને ન્યૂઝીલેન્ડ સહિત દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. વેલિંગ્ટન ખાતેના ભારતીય હાઇકમિશન ખાતે પણ સ્વંત્રતા દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડ ખાતેના ભારતીય હાઇકમિશનર નીતા ભૂષણ દ્વારા ત્રિરંગો લહેરાવાયો હતો. આ પ્રસંગે ...