ઓફિશિયલ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ જાહેર કરાયેલા ડેટા પ્રમાણે 2019 થી 53,371 રિફંડ હજુ પણ દાવા વિના પડી રહ્યા ઇનલેન્ડ રેવન્યુ (IR) ના ડેટા મુજબ, ન્યુઝીલેન્ડમાં છેલ્લા છ ટેક્સ વર્ષોના કુલ $162 મિલિયનના ટેક્સ રિફંડ હજુ પણ વણદાવાયા પડ્યા છે. પે-એઝ-યુ-અર્ન (PAYE) સિસ્ટમ દ્વારા ટેક્સ ચૂકવતા મોટાભાગના લોકો માટે, ઇનલેન્ડ રેવન્યુ દ્વારા દર વર્ષે તેમનું ઇન્કમ ટેક્સ મૂલ્યાંકન આપમેળે જનરેટ થાય ...