DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને વિન્સ્ટન પીટર્સ બંને વિદેશ યાત્રાએ હોવાથી ડેવિડ સીમોરને મળશે જવાબદારી, લક્સન વિયેતનામના તો પીટર્સ ચીનના પ્રવાસે આ અઠવાડિયે ACT નેતા ડેવિડ સીમોર કાર્યકારી વડા પ્રધાન છે, ક્રિસ્ટોફર લક્સન અને વિન્સ્ટન પીટર્સ બંને વિદેશમાં છે અને વડાપ્રધાનપદની જવાબદારી સીમોરના ફાળે બે દિવસ માટે આવનારી છે. વડા પ્રધાન વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવવા અને આર્થિક તકો વધારવા માટે ...

પેરેન્ટ કેટેગરી ક્વોટામાં એક વખતનો વધારો લાગુ કરવામાં આવી રહ્યો છે, જેથી આ નાણાકીય વર્ષમાં સૈદ્ધાંતિક રીતે મંજૂર થયેલી અરજીઓ જારી કરી શકાય પેરેન્ટ કેટેગરીને લઇ ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડ દ્વારા વધુ એક અપડેટ આપવામાં આવ્યું છે. આજે જાહેર કરાયેલા રિલીઝ અનુસાર ઇમિગ્રેશન આ નાણાકીય વર્ષમાં સૈદ્ધાંતિક રીતે મંજૂર થયેલી અરજીઓ જારી કરી શકાય તે માટે, પેરેન્ટ કેટેગરી ક્વોટામાં એક વખતનો વધારો ...

અમદાવાદ સહિત મહેસાણાના યુવક યુવતી પાસેથી રૂપિયા ખંખેર્યા, તમામ લોકોને 17 લાખમાં વર્ક પરમિટ આપવાનો સોદો નક્કી થયો, એર ટિકિટ પણ આપી હતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં કેસ નોંધાયો, પોલીસ તપાસ શરૂ આપણું ગુજરાત ન્યૂઝ. અમદાવાદNew Zealand Visa Scam : ગુજરાતના અમદાવાદના રહેવાસી 38 વર્ષીય જયદીપ નાકરાણીએ બે છેતરપિંડી કરનારાઓ સામે 70.90 લાખ રૂપિયા (142581.03 NZD)ની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. ...

અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોએ ન્યૂઝીલેન્ડને કહ્યું અલવિદા, વર્ષ 2023માં 47,100 લોકોએ ન્યૂઝીલેન્ડ છોડ્યું હતું 72000 ન્યુઝીલેન્ડ છોડીને ગયેલા લોકોમાંથી લગભગ 56% ઓસ્ટ્રેલિયા ગયા ગયા વર્ષે દેશ છોડી ગયેલા કિવીઓમાંથી લગભગ 40% લોકો 30 વર્ષથી ઓછી ઉંમરના હતા, નવા માઇગ્રેશન ડેટા દર્શાવે છે કે, ન્યુઝીલેન્ડે તેના કેલેન્ડર વર્ષમાં નાગરિકોની સૌથી મોટી ચોખ્ખી ખોટનો અનુભવ કર્યો હતો. સ્ટેટ્સ ન્યૂઝીલેન્ડે આજે અગાઉ ...

મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ ન્યૂઝીલેન્ડમાં 3 શો રૂમ શરૂ કરશે, 13 દેશોમાં 375 થી વધુ શોરૂમ ધરાવતું વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું જ્વેલરી રિટેલર વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) હેઠળ ન્યૂઝીલેન્ડમાં રોકાણ 13 દેશોમાં 375 થી વધુ શોરૂમ ધરાવતું વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું જ્વેલરી રિટેલર, માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ, ન્યુઝીલેન્ડમાં પોતાનો વ્યાપ વધારવા માટે તૈયાર છે. આ વ્યૂહાત્મક પગલું સંયુક્ત આરબ ...

ભારતીયોના મોટાપાયે વિઝા નામંજૂર કરવામાં ન્યૂઝીલેન્ડ મોખરે, યુકે અને શેંગેન દેશોના વિઝા રિજેક્શન સૌથી વધુ, અમેરિકાના વિઝા રેજ્કશન રેટમાં આશ્ચર્યનજક ઘટાડો આપણું ગુજરાત ન્યૂઝ.વિદેશમાં જવાનું સપનું ઘણાં ભારતીયો જુએ છે પરંતુ દરેકને આ સફળતા મળતી નથી. એક રિપોર્ટ પ્રમાણે છેલ્લા એક વર્ષમાં ભારતીયોએ વિઝા રિજેક્શનને પગલે 662 કરોડનું નુકસાન કર્યું છે. જેમાં શેંગેન કન્ટ્રીઝ ઉપરાંત યુએઇ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જેવા દેશોના ...

મંગળવારે ઓકલેન્ડના પીહા બીચ પર દરિયા કિનારે ફસાઈ ગયા બાદ ગુમ થયેલા સ્વિમરની અભિષેક અરોરાની ઓળખ થઈ, યુવક અંબાલા શહેરનો વતની અને આઠ વર્ષ પહેલા ન્યૂઝીલેન્ડ આવ્યો હતો વેસ્ટ ઓકલેન્ડના પીહા બીચ ખાતે મંગળવારે એક યુવાન દરિયા કિનારે ગુમ થયા બાદ બેથલ્સ બીચ પર તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવકની ઓળખ ભારતીય મૂળના અભિષેક અરોરા તરીકે થઇ છે. 25 ...

નવેમ્બરમાં પૂરા થયેલા વર્ષમાં 127,833 ડિપાર્ચરનો રેકોર્ડ, નેટ માઇગ્રેશનમાં 30,600નો વધારો, મોટાભાગે લોકો ઓસ્ટ્રેલિયા માટે રવાના થયા ન્યૂઝીલેન્ડમાં રેકોર્ડ સંખ્યામાં રહેવાસીઓ દેશ છોડીને જઇ રહ્યા છે અને નવેમ્બરમાં પૂરા થતા ક્વાર્ટરમાં પણ આ સિલસિલો યથાવત્ રહ્યો છે. જોકે માઇગ્રેશનને પગલે તેમાં સંખ્યા સરભર પણ થઇ રહી છે.જેનો વધારો એક વર્ષ પહેલાના રેકોર્ડ વધારા કરતાં એક ચતુર્થાંશ કરતાં પણ ઓછો થઈ ...

33 અને 39 વર્ષની વયના બે પુરુષો બુધવારે કેનેડાના ટોરોન્ટોથી ફ્લાઇટમાં ન્યુઝીલેન્ડ પહોંચ્યા હતા, સૂટકેસમાંથી 20.44 કિલોગ્રામ મેથ મળી આવ્યું અન્ય એક કેસમાં ગઈકાલે રાત્રે 59 વર્ષની એક મહિલા પાસેથી મેથથી લથપથ કપડા મળી આવ્યા, મેથનું વજન 6.8 કિલોગ્રામ અને તેની કિંમત $2.57 મિલિયન 2025 ના પહેલા બે દિવસમાં એરપોર્ટ પર $10 મિલિયનથી વધુ મૂલ્યનું મેથામ્ફેટામાઇન જપ્ત કરવામાં આવ્યું હતું. ...

ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીની ત્રીજી T20 મેચમાં 7 રનથી શ્રીલંકાની આશ્વાસનજનક જીત, કુસલ પરેરાના 46 બોલમાં 101 રન, જેકબ ડફીને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’નો એવોર્ડ સુકાની ચારિથ અસલંકાના ઓલરાઉન્ડ પ્રદર્શનને કારણે, શ્રીલંકાએ ગુરુવારે નેલ્સનના સેક્સટન ઓવલ ખાતે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીની ત્રીજી T20 મેચમાં 7 રનથી આશ્વાસનજનક જીત નોંધાવી હતી. ગુરુવારે જીત છતાં શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી 2-1થી ગુમાવી દીધી હતી. સિરીઝની ...