મંગળવારે ઓકલેન્ડના પીહા બીચ પર દરિયા કિનારે ફસાઈ ગયા બાદ ગુમ થયેલા સ્વિમરની અભિષેક અરોરાની ઓળખ થઈ, યુવક અંબાલા શહેરનો વતની અને આઠ વર્ષ પહેલા ન્યૂઝીલેન્ડ આવ્યો હતો વેસ્ટ ઓકલેન્ડના પીહા બીચ ખાતે મંગળવારે એક યુવાન દરિયા કિનારે ગુમ થયા બાદ બેથલ્સ બીચ પર તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવકની ઓળખ ભારતીય મૂળના અભિષેક અરોરા તરીકે થઇ છે. 25 ...
નવેમ્બરમાં પૂરા થયેલા વર્ષમાં 127,833 ડિપાર્ચરનો રેકોર્ડ, નેટ માઇગ્રેશનમાં 30,600નો વધારો, મોટાભાગે લોકો ઓસ્ટ્રેલિયા માટે રવાના થયા ન્યૂઝીલેન્ડમાં રેકોર્ડ સંખ્યામાં રહેવાસીઓ દેશ છોડીને જઇ રહ્યા છે અને નવેમ્બરમાં પૂરા થતા ક્વાર્ટરમાં પણ આ સિલસિલો યથાવત્ રહ્યો છે. જોકે માઇગ્રેશનને પગલે તેમાં સંખ્યા સરભર પણ થઇ રહી છે.જેનો વધારો એક વર્ષ પહેલાના રેકોર્ડ વધારા કરતાં એક ચતુર્થાંશ કરતાં પણ ઓછો થઈ ...
33 અને 39 વર્ષની વયના બે પુરુષો બુધવારે કેનેડાના ટોરોન્ટોથી ફ્લાઇટમાં ન્યુઝીલેન્ડ પહોંચ્યા હતા, સૂટકેસમાંથી 20.44 કિલોગ્રામ મેથ મળી આવ્યું અન્ય એક કેસમાં ગઈકાલે રાત્રે 59 વર્ષની એક મહિલા પાસેથી મેથથી લથપથ કપડા મળી આવ્યા, મેથનું વજન 6.8 કિલોગ્રામ અને તેની કિંમત $2.57 મિલિયન 2025 ના પહેલા બે દિવસમાં એરપોર્ટ પર $10 મિલિયનથી વધુ મૂલ્યનું મેથામ્ફેટામાઇન જપ્ત કરવામાં આવ્યું હતું. ...
ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીની ત્રીજી T20 મેચમાં 7 રનથી શ્રીલંકાની આશ્વાસનજનક જીત, કુસલ પરેરાના 46 બોલમાં 101 રન, જેકબ ડફીને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’નો એવોર્ડ સુકાની ચારિથ અસલંકાના ઓલરાઉન્ડ પ્રદર્શનને કારણે, શ્રીલંકાએ ગુરુવારે નેલ્સનના સેક્સટન ઓવલ ખાતે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીની ત્રીજી T20 મેચમાં 7 રનથી આશ્વાસનજનક જીત નોંધાવી હતી. ગુરુવારે જીત છતાં શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી 2-1થી ગુમાવી દીધી હતી. સિરીઝની ...
વિવિધ દેશોના રાજદ્વારીઓએ વેલિંગ્ટન ખાતે આવેલી ઇન્ડિયન હાઇકમિશનની મુલાકાત લઇને ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ સંદેશો પાઠવ્યો કેતન જોષી. આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે દિલ્હીની એઈમ્સમાં અવસાન થયું હતું. તેમના નિધન પર વિશ્વભરના દેશોએ શોક વ્યક્ત કર્યો છે અને વેલિંગ્ટન ખાતે ઇન્ડિયન હાઇકમિશન ન્યૂઝીલેન્ડ દ્વારા પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ સંદેશો પાઠવવા માટે કોન્ડોલન્સ બૂક મૂકવામાં આવી ...
ઓકલેન્ડમાં સ્કાય ટાવર ખાતે હજારોની જનમેદની એ નવા વર્ષની ઉજવણી ધામધૂમપૂર્વક કરી, ક્વિન્સટાઉનમાં પણ રંગારંગ ઉજવણી Happy New year: ન્યૂઝીલેન્ડમાં 31 ડિસેમ્બર, 2024ની મધ્યરાત્રિએ ઘડિયાળના કાંટામાં 12 વાગી જતાં, ન્યૂઝીલેન્ડના લોકોએ નવા વર્ષનું ભવ્ય રીતે સ્વાગત કર્યું અને 2025માં પ્રવેશ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો. વિશ્વના ઘણા ભાગોમાં વર્ષ 2025 આવી ગયું છે. જેમાં ન્યુઝીલેન્ડનો પણ સમાવેશ થાય છે. ઓકલેન્ડ ...
ન્યૂઝીલેન્ડે 3 મેચની સિરીઝમાં 2-0ની અજેય સરસાઇ મેળવી, શ્રીલંકા 141 રન, ન્યૂઝીલેન્ડ 5 વિકેટે 186 રન, બીજી ટી20માં પણ જેકોબ ડફીની 4 વિકેટ સાથે શાનદાર બોલિંગ આક્રમક બેટિંગ પછી, જેકબ ડફીની શક્તિશાળી બોલિંગથી, ન્યુઝીલેન્ડે ત્રણ મેચની શ્રેણીની બીજી T20 મેચમાં શ્રીલંકાને 45 રનથી હરાવ્યું અને 2-0ની અજેય સરસાઈ મેળવી. ન્યૂઝીલેન્ડે ટિમ રોબિન્સન (41), માર્ક ચેપમેન (42) અને મિશેલ હે (41 ...
મિનિસ્ટ્રીનો ‘ઝીરો પે’ના વિરોધને પગલે સ્ટાફ હડતાળ પર જશે, બિઝનેસ, ઇનોવેશન એન્ડ એમ્પ્લોયમેન્ટ (MBIE) ના 3000 સ્ટાફ સાથે જોડાશે ઇમિગ્રેશન બોર્ડર ઓપરેશન્સ સ્ટાફ નવા વર્ષની પૂર્વસંધ્યાએ સવારે 6 વાગ્યે હડતાળ પર જશે, મંત્રાલયની શૂન્ય પગારની ઓફર દ્વારા “અપમાનિત” થયા પછી બિઝનેસ, ઇનોવેશન એન્ડ એમ્પ્લોયમેન્ટ (MBIE) ના 3000 સ્ટાફ સાથે જોડાશે. તેમના યુનિયન, પબ્લિક સર્વિસ એસોસિએશન (પીએસએ) એ ડિસેમ્બર 17 ના ...
એક જ વ્યક્તિએ પાવરબોલનું $23 મિલિયન અને સ્ટ્રાઇકના $3,33,333ની વિજેતા રકમ જીતી, વર્ષ 2024માં 20 લોકો લોટ્ટો ટિકિટના મિલિયોનર બન્યા આખરે ક્રિસમસ પહેલા જ ન્યૂઝીલેન્ડ લોટ્ટો પાવરબોલ $23 મિલિયનનો વિજેતા સામે આવી ગયો છે. આ વખતે પાવરબોલ અને સ્ટ્રાઇકનો વિજેતા ન્યૂ પ્લેમાઉથ ખાતેથી સામે આવ્યો છે. આ વર્ષે આ પાંચમું સૌથી મોટું ઇનામ છે અને તેઓ જેકપોટ મેળવનાર 20મો વિજેતા ...
એવિયન ઈન્ફલ્યુએન્ઝાના ઉચ્ચ પેથોજેનિક H7N6 પેટા પ્રકાર મળતા ચિંતાનો વિષય, બાયોસિક્યોરિટી ન્યુઝીલેન્ડે વ્યાપારી ગ્રામીણ ઓટાગો એગ ફાર્મ પર કડક હિલચાલ નિયંત્રણો મૂક્યા ન્યૂઝીલેન્ડમાં બર્ડ ફ્લૂનો પ્રથમકેસ મળ્યો હોવાની પુષ્ટી થઇ છે. બાયોસિક્યોરિટી ન્યુઝીલેન્ડે વ્યાપારી ગ્રામીણ ઓટાગો એગ ફાર્મ પર કડક હિલચાલ નિયંત્રણો મૂક્યા છે. ડેપ્યુટી ડાયરેક્ટર-જનરલ સ્ટુઅર્ટ એન્ડરસને જણાવ્યું હતું કે પરીક્ષણે ચિકનમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝાના ઉચ્ચ રોગકારક સ્ટ્રેનની પુષ્ટિ કરી ...



















