DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

દર 10 કર્મચારીમાંથી એક કર્મચારીને દૂર કરવામાં આવે તેવી શક્યતા, હાલ કાયંગા ઓરા પાસે 3300 કર્મચારીઓ કાર્યરત રાજ્યના હાઉસિંગ બિલ્ડર કાયંગા ઓરામાં ફરીથી લોકોને નોકરી ગુમાવવાનો વારો આવી શકે છે. સંસ્થા દ્વારા સેંકડો નોકરીઓ કાપવાનું આયોજન કરી રહ્યું છે કારણ કે તે તેના બાંધકામના કામને પણ ઘણાં સમયથી સ્લો ડાઉન કરેલું છે. સંસ્થાએ પુષ્ટિ કરી કે બુધવારે કર્મચારીઓને જાહેર કરાયેલા ...

ફોન્ટેરાએ 2024 નાણાકીય વર્ષ માટે વિશેષ ડિવિડન્ડની જાહેરાત કરી, ફોન્ટેરા શેર દીઠ 55 સેન્ટનું કુલ ડિવિડન્ડ ચૂકવશે, 15-સેન્ટનું વચગાળાનું ડિવિડન્ડ, 25-સેન્ટનું અંતિમ ડિવિડન્ડ અને 15 સેન્ટનું સ્પેશિયલ ડિવિડન્ડ સમાવિષ્ટ ફોન્ટેરાએ સ્પેશિયલ ડિવિડન્ડ સાથે 2024 નાણાકીય વર્ષ માટે $1.1 બિલિયનના મજબૂત ચોખ્ખા નફાની જાહેરાત કરી છે. ડેરી કો-ઓપરેટિવએ તેના ભાગ અથવા તેના તમામ વૈશ્વિક ગ્રાહક ઉત્પાદનોના કારોબારના સંભવિત વેચાણ વિશે વધુ ...

હજુ 10 મહિના પહેલા જ ગુજરાતી પરિવાર તૌપીરી આવ્યો હતો, પોલીસે હાલ ગંભીર અકસ્માતની તપાસ શરૂ કરી આપણું ગુજરાત ન્યૂઝ.હેમિલ્ટનથી 20 કિલોમીટર ઉત્તરે આવેલા તૌપીરીના ગુજરાતી પરિવાર પર આભ તૂટી પડે તેવી ઘટના ઘટી છે. હજુ 10 મહિના પહેલા જ ભારતથી ન્યૂઝીલેન્ડ આવેલા પરિવારના 18 મહિનાના દિકરાનું ડ્રાઇવેમાં અકસ્માતમાં મોત નીપજ્યું છે. હાલ પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી ...

પ્રારંભિક તબક્કે મહાત્મા ગાંધી સેન્ટર ખાતે કામચલાઉ ઓફિસ શરૂ કરવામાં આવશે, PASSPORT, VISA, OCI સર્વિસ થોડા સમય બાદ શરૂ કરાશે આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડઓકલેન્ડ ખાતે ગુરુવારથી ઇન્ડિયન કોન્સુલેટ ઓફિસનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. છેલ્લા ઘણાં સમયથી ઇન્ડિયન ડાયસ્પોરાની માંગ હતી કે ઇન્ડિયન કોન્સુલેટ સર્વિસ ઓકલેન્ડ ખાતે શરૂ કરવામાં આવે અને તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડની મુલાકાતે આવેલા ભારતના સન્માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી ...

જાણે અજાણે ડિસેબલ્ડમાં પાર્કિંગ કરતાં લોકો હવે ચેતી જજો, 20 વર્ષે દંડમાં વધારો કરાયો, પેનલ્ટી $150થી વધારાઇને $750 કરાઇ આપણું ગુજરાત ન્યૂઝ.ઓકલેન્ડમાં ઘણાં સ્થાનો પર પાર્કિંગની સમસ્યા છે જ તેમાં શંકાને કોઇ સ્થાન નથી. પરંતુ ઘણાં લોકો તેમાંથી મુક્તિ મેળવવા માટે જાણે અજાણે પોતાનું વાહન ડિસેબલ્ડમાં પાર્ક કરતાં હોય છે. જોકે હવે આમ કરનારા લોકોએ ચેતી જવાની જરૂરિયાત છે કારણ ...

ઇમિગ્રેશન પ્રધાન એરિકા સ્ટેનફોર્ડે જણાવ્યું હતું કે આ પગલું આગામી ચાર વર્ષમાં $563 મિલિયનથી વધુ મુક્ત કરશે. સ્ટુડન્ટ વિઝા ફીમાં બેવડો વધારો કરાયો, રેસિડન્ટ અને વર્ક વિઝા ફી પણ તોતિંગ સ્તરે પહોંચી ન્યૂઝીલેન્ડ સરકારે આજે જાહેરાત કરી હતી કે 1 ઓક્ટોબર 2024થી વિઝા ફીમાં વધારો કરવામાં આવી રહ્યો છે. જોકે આ વધારો ઘણો મોટો છે. જેમાં રેસિડન્સ તથા વર્ક વિઝા ...

ઓકલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ન્યૂઝીલેન્ડમાં ભારતીય હાઈ કમિશન વેલિંગ્ટનમાં છે. ન્યુઝીલેન્ડની વસ્તીના છ ટકા ભારતીય મૂળના લોકો છે. દેશની તેમની પ્રથમ મુલાકાત પર, તેમણે કહ્યું કે ન્યુઝીલેન્ડ સાથે ભારતના સંબંધો ઊંડા અને બહુપરીમાણીય છે અને ભારતીય ડાયસ્પોરાએ ન્યુઝીલેન્ડના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. કેતન જોશી આપણું ગુજરાત ન્યુઝ. ઓકલેન્ડ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે કહ્યું કે ...

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન તથા ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર વિન્સ્ટન પીટર્સ સાથેની બેઠક બાદ એલાન 2015માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સને પણ ન્યૂઝીલેન્ડે બહાલી આપી કેતન જોષી, આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના સંબંધો ફરીથી એક વાર પાટે ચઢી રહ્યા હોય તેવું દેખાઇ રહ્યું છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસે ...

ફિજીમાં ભારતના રાષ્ટ્રપતિએ ફિજીના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી, રાષ્ટ્રપતિએ ફિજીની સંસદને સંબોધિત કરી; ક્લાઇમેટ જસ્ટિસ માટે ભારત ફિજી અને અન્ય મહાસાગરના દેશો સાથે ખભે ખભા મિલાવીને ઊભું રહેશે PM નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ મુર્મુને અભિનંદન પાઠવ્યા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ આજે સવારે (6 ઓગસ્ટ, 2024) નાદીથી સુવા, ફિજી પહોંચ્યા હતા, જ્યાં તેઓ ગઈકાલે ફિજી, ન્યુઝીલેન્ડ અને તિમોર-લેસ્ટેની તેમની રાજ્ય મુલાકાતના પ્રથમ તબક્કામાં ઉતર્યા ...

ઓકલેન્ડ ખાતે 3 અને 4 ઓગસ્ટે ટ્રસ્ટ અરેના ખાતે યોજાશે દિવ્ય દરબાર, 10 હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું કેતન જોષી.આપણું ગુજરાત ન્યૂઝ.ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું શુક્રવારે રાત્રે ઓકલેન્ડ એરપોર્ટ ખાતે આગમન થયું છે.. આજે રાત્રે 10-30 કલાકે બાબા બાગેશ્વરદામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આવી પહોંચશે. હાલ તેઓ સીધા જ ફીજીથી ઓકેલન્ડ પધાર્યા છે અને ત્રીજી ઓગસ્ટ ...