બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા બંને નેતાઓ વચ્ચે ચર્ચા આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના રાજદ્વારી સંબંધો અનેક ઉતાર ચઢાવ વાળા રહ્યા છે અને તેમાં નવા પ્રાણ પૂરવા માટે બંને દેશોના વડા કટિબદ્ધ જણાઇ રહ્યા છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો. જેમાં તેમણે લોકસભા ચૂંટણીમાં મેળવેલી જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. ...