સમગ્ર દેશમાં હાઉસિંગ માર્કેટ હાલ શાંત જોવા મળી રહ્યું છે. જ્યાં કિંમતોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને વેચાણ માટે વધુ ઘરો મોજુદ છે. રિયલ એસ્ટેટ માર્કેટમાં માત્ર આટલી જ મુશ્કેલીઓ નથી પરંતુ ઘર વેચવામાં પણ વધુ સમય લાગી રહ્યો છે. રિયલ એસ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ (REINZ) અનુસાર, ગયા વર્ષની સરખામણીમાં ઘરની કિંમતમાં 0.4%નો ઘટાડો થયો છે. ઘરની સરેરાશ કિંમત હવે $781,000 ...