ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીની ત્રીજી T20 મેચમાં 7 રનથી શ્રીલંકાની આશ્વાસનજનક જીત, કુસલ પરેરાના 46 બોલમાં 101 રન, જેકબ ડફીને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’નો એવોર્ડ સુકાની ચારિથ અસલંકાના ઓલરાઉન્ડ પ્રદર્શનને કારણે, શ્રીલંકાએ ગુરુવારે નેલ્સનના સેક્સટન ઓવલ ખાતે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીની ત્રીજી T20 મેચમાં 7 રનથી આશ્વાસનજનક જીત નોંધાવી હતી. ગુરુવારે જીત છતાં શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી 2-1થી ગુમાવી દીધી હતી. સિરીઝની ...