બે દિવસીય પ્રવાસ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ ફિજીની સંસદને પણ સંબોધી, રાષ્ટ્રપતિ મુર્મુ રાષ્ટ્રપતિ રતુ વિલિયમ કેટોનીવેરે અને વડા પ્રધાન સિટિવેની રાબુકા સાથે પણ બેઠક કરશે








કેતન જોષી. આપણું ગુજરાત ન્યૂઝ.
ભારતના રાષ્ટ્રપતિ, દ્રૌપદી મુર્મુ તેમની બે દિવસીય રાજ્ય મુલાકાત માટે ફિજી પહોંચ્યા છે. તેઓ નાદી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતાં જ્યાં તેમનું નાયબ વડાપ્રધાન અને પર્યટન મંત્રી વિલિયમ ગાવોકા, તુરાગા ના તુઈ નાડી રાતુ વુનિયાની નવુનીયુસી અને ફિજીના ભારતમાં હાઈ કમિશનર જગન્નાથ સામી અને ફિજીમાં ભારતના હાઈ કમિશનર પલાનીસ્વામી સુબ્રમણ્યન કાર્તિગેયન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુર્મુનું આજે સવારે ગ્રાન્ડ પેસિફિક હોટેલમાં પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ફિજીયન સંસદને સંબોધિત કર્યું હતું. સન્માનનીય રાષ્ટ્રપતિ મુર્મુ રાષ્ટ્રપતિ રતુ વિલિયમ કેટોનીવેરે અને વડા પ્રધાન સિટિવેની રાબુકા સાથે પણ બેઠક કરશે તેવી અપેક્ષા છે.
મુર્મુ બપોરે જીપીએચ ખાતે ભારતીય ડાયસ્પોરાને મળશે અને ત્યારબાદ સાંજે 4 વાગ્યે નેશનલ વોર મેમોરિયલ સાઇટ પર પુષ્પાંજલિ અર્પણ કરશે. આ ઉપરાંત મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપવા માટે મહાત્મા ગાંધી મેમોરિયલ હાઈસ્કૂલ જશે અને પછી સાંજે 6 વાગ્યે રાજ્ય ગૃહમાં સ્વાગત માટે જશે. મુર્મુ આવતીકાલે સવારે નદીમાં શ્રી શિવ સુબ્રમણ્ય સ્વામી મંદિરની મુલાકાત લેશે.
Leave a Reply