“હસન નસરાલ્લાહ હવે વિશ્વને આતંકિત કરી શકશે નહીં.” ઈઝરાયેલે હિઝબુલ્લાના વડા નસરાલ્લાહને નિશાન બનાવ્યો, ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે ટ્વિટ કરીને આપી જાણકારી


ઈઝરાયલે હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહને મોતને ગાટ ઉતાર્યો છે. ઇઝરાયલની સૈનિક દળોએ બેરૂતમાં હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર મિસાઇલ હુમલો કર્યો, જેમાં 6 લોકો માર્યા ગયા. આ હુમલામાં હસન નસરાલ્લાહની પુત્રી ઝૈનબ નસરાલ્લાહનું પણ મોત થયું છે.
IDFએ સોશિયલ મીડિયા પર આ માહિતીની પુષ્ટિ કરી છે. IDFએ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે, “હસન નસરાલ્લાહ હવે દુનિયાને આતંકિત કરી શકશે નહીં.”
હિઝબુલ્લાહનું હેડક્વાર્ટર ધ્વસ્ત થયું
શુક્રવારે મોડી સાંજે, લેબનોનની રાજધાની બેરૂતમાં હિઝબુલ્લાહના મુખ્યાલય પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. ભારે બોમ્બ સાથેના આ હુમલામાં બેરૂત ધ્રુજી ઊઠ્યું હતું અને હિઝબુલ્લાહનું મુખ્ય મથક નાશ પામ્યું હતું. હુમલા બાદ હેડક્વાર્ટરના તૂટી પડેલા ભાગોમાંથી ઉંચી જ્વાળાઓ ઉદ્ભવવા લાગી હતી અને ધુમાડાના ઘાટા વાદળો આકાશમાં ફેલાઈ ગયા હતા.
‘હિઝબુલ્લાહના અંત સુધી યુદ્ધ ચાલુ રહેશે’
અમેરિકા સહિત ઘણા દેશોએ ઇઝરાયલને લેબનોનમાં યુદ્ધવિરામ માટે વિનંતી કરી હતી, પરંતુ ઇઝરાયલનું માનવું છે કે જ્યાં સુધી હિઝબુલ્લાહનો નાશ નહીં થાય, ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે.
Leave a Reply