બાઇડન વૃદ્ધત્વમાં વારંવાર બોલવામાં લોચા મારી રહ્યા છે તો બીજીતરફ હજુ પણ પ્રમુખપદની રેસમાં ઉતરવાનો મોહ છુટતો નથી, આ વખતે તો હદ જ કરી નાખી !


વદ્ધાવસ્થા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન પર હવે દિવસેને દિવસે ભારે પડી રહી છે અને વારંવાર તેઓ બોલવામાં લોચા મારી રહ્યા છે અથવા તો આમ તેમ ચાલવા માંડે છે. પરંતુ ખુરશીનો મોહ એવો છે કે હજુ તેઓ વધુ એકવાર રાષ્ટ્રપતિપદની રેસમાં ઉતરવા માંગે છે. નાટોની બેઠકમાં બાઇડને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીને રાષ્ટ્રપતિ પુતિન ગણાવ્યા હતા. બાદમાં જેમ જેમ તેમને સમજાયું કે તરત જ ભૂલ સુધારી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. એ જ રીતે તેમણે કમલા હેરિસને વાઇસ પ્રેસિડેન્ટ ટ્રમ્પ તરીકે સંબોધ્યા હતા.
શું છે સમગ્ર ઘટના?
ખરેખર, હાલમાં અમેરિકાના વોશિંગ્ટનમાં નાટો દેશોની બેઠક ચાલી રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી પણ તેમાં હાજરી આપવા પહોંચ્યા હતા. તે જ સમયે, જ્યારે બાઇડન ભાષણ આપવા માટે પોડિયમ પર પહોંચ્યા, ત્યારે તેમણે તેમની બાજુમાં ઉભેલા વ્લાદિમીર ઝેલેન્સકીને સંબોધીને તેમને ‘પ્રેસિડેન્ટ પુતિન’ કહ્યા હતા. જોકે, તેમની બાજુમાં ઊભેલા ઝેલેન્સકી કંઈ બોલી શક્યા નહીં. જોકે અચાનક, ભાષણ આપતી વખતે, બિડેનને યાદ આવ્યું કે તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને પુતિન તરીકે સંબોધ્યા છે ત્યારે તેમણે ભૂલ સુધારી લીધી હતી. પરંતુ સોશિયલ મીડિયામાં તો હાલ બાઇડનની ભારે ફજેતી થઇ રહી છે.
તેમણે તરત જ પોતાની ભૂલ સુધારી અને કહ્યું કે તેમનું સમગ્ર ધ્યાન પુતિનને હરાવવા પર છે. જો કે, અજાણતા હોવા છતાં, બાઇડનની વારંવાર આવી ભૂલોને પગલે ફરી એકવાર તેમના વિરોધીઓને રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીમાંથી ખસી જવા દબાણ કરવાની તક આપી દીધી છે.


કમલા હેરિસને ‘વાઈસ પ્રેસિડેન્ટ ટ્રમ્પ’ કહ્યા
આ તરફ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બાઇડને મોટી ભૂલ કરી હતી. તેમણે વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને તેમના રિપબ્લિકન હરીફ ડોનાલ્ડ ટ્રમ્પના નામને જોડી નાખ્યું હતું. કમલ હેરિસને ટ્રમ્પના નામથી સંબોધતા બાઇડને કહ્યું કે જો વાઇસ પ્રેસિડેન્ટ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનવા માટે લાયક ન હોત તો મેં તેમને ઉપરાષ્ટ્રપતિ તરીકે પસંદ ન કર્યા હોત.
પ્રમુખપદની ચર્ચામાં પણ હોબાળો થયો હતો
નોંધનીય છે કે 30 જૂને રાષ્ટ્રપતિ જો બાઇડન અને રિપબ્લિકન હરીફ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પ્રેસિડેન્ટ ડિબેટ દરમિયાન જો બાઇડનની જીભ આવી જ રીતે હચમચી રહી હતી. તે 30 સેકન્ડ સુધી સતત એક જ શબ્દ બોલતા રહ્યા હતા. આ પછી, તેમની જ પાર્ટી ડેમોક્રેટ્સના લોકોએ પણ તેમની વધતી જતી ઉંમરને ટાંકીને તેમને રાષ્ટ્રપતિ પદની રેસમાંથી હટી જવા માટે કહેવાનું શરૂ કર્યું હતું. જોકે, 81 વર્ષીય બાઇડનમાં હજુ પણ ખુરશીનું આકર્ષણ છુટતું નથી અને રાષ્ટ્રપતિ પદની રેસમાં પણ હટવા માંગતા નથી.
Leave a Reply