DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

માઇક્રોસોફ્ટના સર્વર ઠપ, વિશ્વભરમાં હાહાકાર, IT, Banking, Airlines સર્વિસને અસર

Microsoft Azure, Outage, New Zealand, Worldwide, Banking service, Airlines, Media, News,

CrowdStrikeની સેવાઓ પ્રભાવિત થવાને કારણે લોકોની સિસ્ટમ બંધ થઈ, મોટી બેંકો, આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ અને અન્ય ઈમરજન્સી સેવાઓને અસર

Microsoft Outage: સમગ્ર વિશ્વમાં વિન્ડોઝ પર કામ કરતી સિસ્ટમ્સ સમસ્યાઓનો સામનો કરી રહી છે. CrowdStrikeની સેવાઓ પ્રભાવિત થવાને કારણે લોકોની સિસ્ટમ બંધ થઈ રહી છે અથવા તેઓ બ્લૂ સ્ક્રીન જોઈ રહ્યા છે. તેનાથી મોટી બેંકો, આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ અને અન્ય ઈમરજન્સી સેવાઓને અસર થઈ છે.

વિશ્વભરમાં ઘણા લોકો તેમની વિન્ડોઝ સિસ્ટમ પર બ્લૂ સ્ક્રીનની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. માઈક્રોસોફ્ટના સર્વર બંધ થવાના કારણે સમગ્ર વિશ્વમાં બેંકોથી લઈને એરલાઈન્સ સુધીની સેવાઓ ખોરવાઈ ગઈ છે. કંપનીના ફોર્મ પરના પિન મેસેજ મુજબ, ઘણા વિન્ડોઝ યુઝર્સ બ્લુ સ્ક્રીન ઓફ ડેથ (BSOD) એરર જોઈ રહ્યા છે.

આ સમસ્યા તાજેતરના ક્રાઉડ સ્ક્રીમ અપડેટ પછી થઈ રહી છે. આ સમસ્યાથી મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થયા છે. માઇક્રોસોફ્ટે આ માહિતી આપી છે. શુક્રવારે સવારે તેમની ક્લાઉડ સેવાઓ ખોરવાઈ જવાને કારણે વિશ્વભરના ઘણા વિસ્તારોમાં સમસ્યા સર્જાઈ છે. જેના કારણે એરલાઈન્સની ફ્લાઈટને અસર થઈ છે. આ આઉટેજને કારણે ન્યુઝીલેન્ડ, ભારત અને અમેરિકા સહિત ઘણા દેશોમાં એરક્રાફ્ટ ફ્લાઇટ્સ પર અસર પડી છે.

આ સમસ્યા શા માટે થઈ રહી છે?
માઈક્રોસોફ્ટના સર્વિસ હેલ્થ સ્ટેટસ અપડેટ અનુસાર, આ સમસ્યાનું પ્રારંભિક કારણ એઝ્યુર બેકએન્ડ વર્કલોડના કન્ફીગરેશનમાં ફેરફાર છે જે સ્ટોરેજ અને કોમ્પ્યુટ સંસાધનોની વચ્ચે અડચણ ઊભી કરે છે અને પરિણામે કનેક્ટિવિટી નિષ્ફળ જાય છે.

કંપનીનું કહેવું છે કે આ સમસ્યાને કારણે માઈક્રોસોફ્ટ 365 સેવાઓ પ્રભાવિત થઈ છે. માઈક્રોસોફ્ટ સાથે કામ કરતી CrowdStrikeએ આ સમસ્યાનો સ્વીકાર કર્યો છે. CrowdStrike એક સાયબર સુરક્ષા ફર્મ છે. ફર્મના ઇજનેરોએ તે બાબતને શોધી કાઢી છે જેના કારણે સમસ્યા સર્જાઈ હતી અને કરાયેલા અપડેટ્સને પાછા ખેંચી લીધા છે.

CrowdScream એ આ સમસ્યાનો સ્વીકાર કર્યો છે અને કારણની તપાસ કરી રહી છે. CrowdStrikeએ આ વિશે લખ્યું છે કે અમે આ ભૂલથી વાકેફ છીએ, જે વિન્ડોઝ સિસ્ટમમાં જોવા મળી રહી છે.

ઘણા યુઝર્સ આ અંગે ફરિયાદ કરી રહ્યા છે. આ સમસ્યાને કારણે લાખો યુઝર્સને ભારે અસર થઈ છે. ઘણા વપરાશકર્તાઓ ફરિયાદ કરી રહ્યા છે કે તેમની સિસ્ટમ કાં તો બંધ થઈ ગઈ છે અથવા તેઓ બ્લુ સ્ક્રીનની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તે મોટી બેંકો, આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ, જીમેલ, એમેઝોન અને અન્ય ઈમરજન્સી સેવાઓને અસર કરી રહી છે.